દેશની શાસન વ્યવસ્થામાં ઘણા સમયથી નારી શક્તિને પર્યાપ્ત માત્રામાં પ્રાધાન્ય આપવામાં આવતું ન હતું. દેશની વિધાનસભા અને સંસદમાં મહિલાઓને લઈને એક સબળ કાનૂનની આવશ્યકતા જરૂરી જણાતી હતી. આ સંદર્ભે મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં ૩૩ ટકા અનામત આપવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩ લોકસભાના ફ્લોર પર મંજૂરી અર્થે રજૂ થયું આ સંદર્ભે સાવરકુંડલા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરો દ્વારા અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ ધનાબાપુના આશ્રમ ખાતે ભારતીય સંસદમાં પસાર થનાર નારી શક્તિ વંદન – ૨૦૨૩ બિલને અનુમોદન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સાવરકુંડલા શહેર ભાજપના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોરચાના તમામ હોદેદારો નાના મોટા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભે ઉપસ્થિત તમામ મહિલાઓએ આ સંદર્ભે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને આ બિલના કારણે મહિલા સશક્તિકરણની ઝૂંબેશને વધુ વેગ મળશે અને દેશમાં નારી શક્તિને વધુ પ્રતિનિધિત્વ મળશે એટલે મહિલાઓ પણ હવે રાજકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી શકશે. આ સંદર્ભે ઉપસ્થિત મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી અને મોં મીઠા કર્યા હતાં. જો કે નવા સંસદ ભવનમાં લોકસભા ગૃહમાં વિરોધ પક્ષોએ પણ આ બિલને સમર્થન આપ્યું હતું. જો કે આ બિલનો વહેલી તકે અમલ થાય તેવી પણ અપેક્ષા રાખવામાં આવી છે.
સંભવતઃ આ બિલ રાજ્યસભામાં આજરોજ પસાર થાય તો માનનીય રાષ્ટ્રપતિની મંજૂરી અર્થે જાય. એટલે લગભગ આવતી લોકસભાની ચૂંટણીમાં તો આ બિલનો અમલ શક્ય ન હોય શકે એવું પણ બને. વિરોધ પક્ષ દ્વારા આ મહિલા અનામત બિલમાં પણ એસ. સી. એસ. ટી. ઓબીસી સમાજની મહિલાઓ માટે અલાયદી ક્વોટા મુજબ અનામત ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે. જો કે આગળ શું થશે એ તો સમય જ બતાવશે. હાલ સંસદની લોકસભાના ફ્લોર પર આ બિલ પસાર થયું છે એ વાસ્તવિકતાને ધ્યાને લઈને આગામી નારી શક્તિના ઉજ્જ્વળ ભવિષ્યનું એક દ્વાર બસ હવે ખુલું ખુલું થવામાં છે. અહીં ઉપસ્થિત તમામે આ બિલ લોકસભાના ફ્લોર પર પસાર થતાં
આ સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સહ દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના પણ કરી હતી. જો કે આ તકે એક ટકોર જરૂરી છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મહિલા અનામત બેઠક પર માત્ર મહિલાઓ જ હિંમતભેર સ્વતંત્ર રીતે પોતાના પદો સંભાળી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં પોતાનો સ્વતંત્ર કાર્યભાર સંભાળે એ પણ જરૂરી છે. અને તો જ ખરાં અર્થમાં નારી સશકિતકરણની ઝૂંબેશ સાર્થક ગણાય.
Recent Comments