સાવરકુંડલા શહેરમાં ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવપૂજાનો પવિત્ર કાર્યક્રમ યોજાયો.
ભૂલકાઓએ હોંશે હોંશે ખૂબ ભાવથી અબીલ ગુલાલ કંકુ ચોખા અને બિલ્વપત્ર દ્વારા શિવલિંગની પૂજા કરી. આ પવિત્ર પ્રસંગે ભજન ધૂન અને શિવસ્તુતિ પણ કરવામાં આવેલ. સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલ ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે ધોરણ ૧ થી ૮ ના બાળકોએ માટીના શિવલિંગ, ત્રિશૂળ, ડમરું વગેરે ઘરેથી બનાવીને લાવેલા.
અહીં શાળા સંકુલમાં અહીં બાળકોએ પોતે જ સ્યંમ પોતાના કરકમળો દ્વારા અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, બિલ્વપત્ર, ફૂલો વગેરે પૂજા સામગ્રી સાથે શિવલિંગનું પૂજન ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે કરેલ. આ પવિત્ર પ્રસંગે ભોળાનાથના ભાવથી સ્મરણ સાથે ધૂન, ભજન શિવસ્તુતિ કરીને વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક અને પવિત્ર બનતાં સમગ્ર આભામંડળમાં પવિત્ર તરંગોથી ગુંજી ઉઠયું હતું.આ સમગ્ર આસ્થામય કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાની તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાની તથા અન્ય કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
Recent Comments