સાવરકુંડલા શહેરમાં ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં ૨૦૨૩ને વિદાય તથા ૨૦૨૪ને સત્કારવાનો કાર્યક્રમ યોજાયો.
સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર સ્થિત ભૂલકાઓની માનીતી શાળા પ્રિયાંશી પ્લે હાઉસ તથા આર કે પ્રાથમિક શાળામાં વિતેવા વર્ષની ઉજવણી તથા નૂતન વર્ષના વધામણા કરવા માટે ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ સંદર્ભે શાળાના પ્લે હાઉસથી માંડીને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ પર્વને અનોખો રંગ આપ્યો હતો. શાળાના આચાર્યા કોમલબેન આસનાની સમેત તમામ શિક્ષક ગણના વિશેષ માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા, એક મિનિટ, લીંબુ ચમચી, લંગડી દોડ જેવી સ્પર્ધાઓમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. આમ એકંદરે વિતેલા વર્ષોના સરવૈયુ કરી નૂતન વર્ષને આવકારવા માટે શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્યાશ્રી કોમલબેન આસનાની સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ આસનાની તેમજ શાળાના કર્મચારીઓએ નૂતન વર્ષના વધામણા કર્યા
Recent Comments