સાવરકુંડલા શાળા નંબર બે કન્યા શાળા ,મણીભાઈ ચોક ,સાવરકુંડલા ખાતે “કન્યાશાળાચા રાજા “નું સ્થાપન કરવામાં આવેલ દરેક ૧ થી ૮ ની દીકરીઓએ ગણપતિ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો ,અને દીકરીઓએ લાડુ અને ચોકલેટનું વિતરણ કર્યું અને “લાલબાગ કા રાજા “ની જેમ “કન્યાશાળા કા રાજા “પોતાના ગણપતિનું નામ આપ્યું છે .આવી રીતે આપણા શ્રી બાળ ગંગાધર તિલકે જે ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન ,રાષ્ટ્ર એકતા ની ભાવના જાગ્રત કરવા માટે તેમજ અંગ્રેજો સામે ન્યાયપૂર્ણ વિરોધ દર્શાવવા માટે ગણપતિ ઉત્સવને પ્રાધાન્ય આપ્યું હતુ,તે વાતની ચર્ચા આચાર્યશ્રી ભારતીબેન દ્વારા કરવામાં આવી હતી.
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર બે માં કન્યા શાળાચા રાજા નું ભારે આસ્થા અને ભાવ સાથે સ્થાપન.

Recent Comments