સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં બાલવાટિકા શિક્ષક તાલીમ યોજાઈ
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યા શાળા મણીભાઈ ચોકમાં તારીખ ૨૬, ૨૭, ૨૮ જૂન બાલવાટિકા શિક્ષક તાલીમ લેવામાં આવેલ જેનો સમય પહેલા ૧૦-૩૦ થી ૦૫-૩૦ હતો પછી થી સમય સવારનો ૭-૦૦ થી ૧-૩૦નો કરવામાં આવેલ શાળાના બાળકોના અભ્યાસની સાથેજ, કાર્યક્રમ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ બાલવાટિકાનો સરસ મજાનો પ્રોગ્રામ શિક્ષક તાલીમ યોજાયો. તે બદલ અમે શાળા નંબર ૨ ના તમામ કર્મચારીઓ ધન્યતા અનુભવીએ છીએ ,પરંતુ સાથે એ પણ કહેવાનું ઘટે કે આ એક બાલિકાઓની કન્યાશાળા છે અને તેમાં દીકરીઓના સંસ્કાર સિંચન ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે પ્રાર્થનાખંડની અંદર પ્રાચાર્યશ્રી તેમજ દરેક માસ્ટર ટ્રેનર અને સીઆરસીશ્રીઓ ખૂબ સરસ મજાનો અભ્યાસ કરાવતા હતા પરંતુ જે મોટી ઉંમરના ગુરુજીઓ હતા તેઓશ્રી નીચે ચા પીને ગમે ત્યાં ચાની પ્યાલીઓ ફેંકવી, માવા ખાઈને ગમે ત્યાં માવાઓ થુંકવા, દીકરીઓ જ્યાં ડિશ વોશ કરે છે ત્યાં માવા થુંકીને માવા ગંદુ કરવું.. સેનીટેશન વિભાગમાં પુરુષ સેનીટેશન એક અલગ આપવામાં આવેલું છતાં પણ દીકરીઓ જે છે નાની ઉંમરની એ અંદરથી સેનિટેશન બંધ ન કરે બે દીકરીઓ આગળ ધ્યાન રાખતી હોય છે. તો તેમાં પણ એક બે વખત મોટી ઉંમરના પુરુષ તાલીમાર્થી ભૂલથી અંદર જઈ ચડ્યા. આવું બધું થયેલું દીકરીઓને અમે સ્વચ્છતાના પાઠ ભણાવીએ અને તેઓ જ અમને પ્રશ્ન કરે કે આ મોટા આ શું કામ આવ્યા છે? તો અમે કીધું કે તેઓ ભણવા આવ્યા છે તો એ ભણે છે ને એ કચરો ગમે ત્યાં નાખે છે તો તમે એને કેમ ના પાડતા નથી? તો એને પ્રશ્નનો શું જવાબ આપવો? આવાં પ્રશ્ર્નો પણ બાળમાનસમાં ઉપસ્થિત થાય છે. જો કે એકંદરે તાલીમ સરસ મજાની ગોઠવાય. પરંતુ સાહેબશ્રીઓએ પણ આવી બાબતોમાં થોડુંક ધ્યાન રહે તે ઉચિત અને યોગ્ય જણાશે. શાળા મધ્યમાં હોવાથી છાશવારે આજ શાળામાં તમામ તાલીમ ગોઠવાય છે અને દિકરીઓના શિક્ષણનો ભોગ બને છે તો, હવે પછી સ્થળ અને સમયનું યોગ્ય આયોજન થાય તેવી સ્કૂલ એસએમસી કમિટીની માંગ છે
Recent Comments