fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે માં ૭૭ માસ્વાતંત્ર્ય દિન અને આ શાળાના આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડના જન્મદિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહભેર કરવામાં આવી. 

આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨, કન્યાશાળા સાવરકુંડલામાં ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવેલ હતી .જેમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે મેહુલભાઈ વ્યાસ હતા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રભાઈ જોષી, પે સેન્ટર આચાર્ય મહેશભાઈ જાદવ ,ઉષાબેન ,નીલમબેન, તેમજ શાળા નો સમગ્ર સ્ટાફ હરિભાઈ બોરીસાગર, બીએડ તાલીમાર્થી રિધ્ધિબેન, દરેકે સાથે મળીને ૭૭માં સ્વતંત્ર દિનની ઉજવણી હર્ષભેર કરેલ, જેમાં રાષ્ટ્રધ્વજને સલામી, “મેરી મિટ્ટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમો ધોરણ પાંચ થી આઠની તમામ દીકરીઓએ રજૂ કર્યા, તેમજ આજરોજ આચાર્યાશ્રી ભારતીબેન અને તેમના પતિ શ્રી જનકભાઈ પરીખે મેહુલભાઈ વ્યાસ દ્વારા ફોર્મ ભરીને પોતે ભારતીબેન અને જનકભાઈ પરીખ , બંનેએ પોતાની આંખ, યકૃત ,કિડની લીવર , નું અંગદાન કરેલ ,પોતાનો જન્મદિવસ આવી રીતે ઉજવેલ જે એક માતૃભૂમિને મેરી મિટ્ટી મેરા દેશમાં શહીદી વહોરે છે ,પરંતુ આપણે શહેરીજન આપણી માતૃભૂમિને પણ આપણા ગયા પછી પણ એનું ઋણ અદા કરીએ, એવી સદભાવના સાથે બંને દંપત્તિએ પોતાનું અંગદાન કરેલ છે જેમાં તેના વારસદાર તરીકે તેમની દીકરી જીજ્ઞાબેન અને તેમનો દીકરો મૈતિકભાઇએ સહી કરેલ હતી.

આવી રીતે પોતાની શાળામાં પોતે “ચાલો આદર્શ બનીએ ” નો પોતે દીકરીઓને એક આદર્શ પૂરો પાડેલ છે. જેમાં મેહુલભાઈએ પણ પોતાના વક્તવ્યમાં ૧૮ વર્ષની ઉંમર પછી દર ત્રણ માસે  તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. તે બાબત ટૂંકું પણ સરસ મજાનું નાનું એવું પણ સચોટ વક્તવ્ય આપેલ હતું. એકંદરે એસએમસી સભ્યો વાલીગણ વિદ્યાર્થીનીઓ સાથે બહોળી સંખ્યામાં આઈ લવ માય ઈન્ડિયાની કેક કાપીને સરસ મજાની ૭૭માં સ્વાતંત્ર દિનની ઉજવણી અને  આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડની જન્મદિવસની ઉજવણી પણ  હર્ષભેર કરવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts