શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ અને તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ અનુક્રમે બાળમેળો ,અને જીવન કૌશલ્ય મેળો સરકારશ્રીના પરિપત્ર મુજબ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવેલ જેમાં બાળમેળાની અંદર રંગકામ, માટીકામ, કાગળની હોડી અને કાગળના રમકડા બનાવવા, ગણિત પજલસ, એક પાત્રીય અભિનય ,બાળ વાર્તા, બાળ નાટકો ,વગેરેનું સુંદર આયોજન કરવામાં આવેલ, તેમજ ૧૮ તારીખે જીવન કૌશલ્ય મેળામાં પણ દરેક ધોરણની દરેક દીકરીઓએ ખુબ સરસ રીતે દરેક અપાયેલ ક્ષેત્રોમાં ભાગ લીધેલ, બધા પોતપોતાના સ્ટોલ મૂકેલા જેમાં લીંબુ શરબત સ્ટોલ ,રાખડી સ્ટોલ ,કટલેરી સ્ટોલ,સ્ટેશનરી સ્ટોલ ,ભેળ ,બટાકા ભૂંગળા ,દાબેલી ,પાણીપુરી, તેમજ મહેંદી અને બ્રાઇડલ તૈયાર કરવા વગેરે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલ, જેમાં દરેક દીકરીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ અને પોતાની રીતે જ પોતે તેમાં પૈસા કમાયા, તે આખા દિવસના અંતે હિસાબ રજૂ કરેલ ,અને અહેવાલ આપેલ અને એકંદરે વાલી તેમજ એસએમસી, આચાર્ય, તેમજ શિક્ષક સ્ટાફગણ, બીએડ તાલીમાર્થી રિધ્ધિબેન,દરેકે સરાહનીય આ જીવન કૌશલ્ય અને બાળમેળાનું આયોજનનું નિરીક્ષણ કરેલ, અને આવી રીતે જે ઉજવણી થઈ તે બદલ દરેક દીકરીઓને પ્રોત્સાહિત ઇનામ આપી ધન્યવાદ કરેલ.
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બેમાં ૧૭ અને ૧૮ ઓગસ્ટનાં રોજ વિવિધ કાર્યક્રમો યોજાયા.

Recent Comments