સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભારે આસ્થા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી ખૂબ જ ભાવપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ. શહેરનાં શિવમંદિરોમાં આજ સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મહાશિવરાત્રીના પાવન પર્વે શિવલિંગને બિલ્વપત્ર, પુષ્પોથી સુશોભીત કરી વિશેષ પૂજનઅર્ચન, આરતી,ભાંગના પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક આયોજનો થકી ધર્મમય વાતાવરણ સાથે ભારે ઉલ્લાસમય રીતે મહાશિવરાત્રી મહાપર્વની ઉજવણી કરવામાં આવેલ. ધર્મપ્રેમી લોકોએ દર્શનનો લાભ લઇ ભારે ધન્યતા અનુભવેલ. આમ આજે શહેરના શિવમંદિરોની શોભા પણ અનેરી હતી.. સાંપ્રત સમયમાં ગ્લોબલ વોર્મિંગના યુગમાં થતાં ચિંતાજનક ફેરફારોને ખાળવા માટે પણ લોકો શિવજી આગળ પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા. આમ મહાશિવરાત્રીનો અનેરા મહિમા દર્શાવતાં આ પાવન પર્વની ઉજવણી ભાવિકો દ્વારા ખૂબ જ ભક્તિભાવ સાથે કરવામાં આવેલ.
Recent Comments