સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા વડીલોના વાત્સલ્ય ધામ સમું ગિરધરઘર એટલે પાનખરનો પાછલી વયનો વસંતોત્સવ
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા વડીલોના વાત્સલ્ય ધામ સમું ગિરધરઘર એટલે પાનખરનો પાછલી વયનો વસંતોત્સવ.!! આ વૃધાશ્રમમાં જીવનની ઢળતી સંધ્યાએ નિશ્ર્ચિંત થઈને ચૈનથી વ્યતીત કરી શકે તેવાં આહ્લાદક અને સાત્વિક વાતાવરણ વચ્ચે નિરવ શાંતિ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ વૃધ્ધત્વને પણ શૈશવનો શણગાર લાગે એવો વિસામા સમુ તો ચોક્કસ ગણી શકાય. અદ્યતન સુવિધાઓથી સુસજ્જ એક નિરાંતનો આશરો.!! જાણે સાવ પોતીકા વાતાવરણમાં પારિવારિક ભાવ સાથે આ સંસ્થામાં સંસ્થાના દાતાશ્રીઓ તથા ટ્રસ્ટીશ્રીઓ તથા કર્મયોગીઓ પણ ખૂબ અંગત માવજત અને સંભાળ લેતાં જોવા મળે છે. પ્રસ્તુત તસવીર તેનો બોલતો દસ્તાવેજી પુરાવો છે. સાવરકુંડલા શહેરની મુલાકાત લેવાનું થાય તો એક વખત વ્યક્તિગત મુલાકાત લેવા જેવું વૃંદાવનધામ જ ગણાય.
Recent Comments