સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસેની બાજુની ફાજલ જગ્યામાં આ વિસ્તારના વેપારીઓ અહીથી પસાર થતાં રાહદારીઓ માટે એક જાહેર શૌચાલયની તાતી જરૂરિયાત હોય યુધ્ધના ધોરણે એક જાહેર શૌચાલય બનાવવા માટે સાવરકુંડલા શહેરના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ પ્રાદેશિક નિયામક શ્રી ભાવનગર, અમરેલી સાંસદશ્રી, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખને પણ રવાના કરેલ છે. આમ ગણો તો સાવરકુંડલા શહેરની મોટાભાગના વિસ્તારોમાં જાહેર શૌચાલયની આવશ્યકતા છે. આ સંદર્ભે સંપૂર્ણ અભ્યાસ કરી જ્યાં જ્યાં આવશ્યક જણાય ત્યાં શૌચાલયો બનાવવા જોઈએ તેવું લોકો પણ ઇચ્છી રહ્યા છે
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસેની બાજુની ફાજલ જગ્યામાં જાહેર શૌચાલય બનાવવા માટે સાવરકુંડલાના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી.



















Recent Comments