આમ મેળામાં મટકી ફોડ એક નવી પ્રણાલી પ્રસ્થાપિત થશે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા અટલ આનંદ મેળાની અવનવી રંગત. આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે અટલ આનંદ મેળામાં યોજાશે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ.. સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદહસ્તે મટકી ફોડ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આમ સાવરકુંડલા શહેરમાં મેળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીની એક નવી પ્રણાલી પ્રસ્થાપિત થશે
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા અટલ આનંદ મેળામાં આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. માખણ – મલાઈ, દહીં ખાવા માટે મટકી ફોડવી તો ખૂબ આવશ્યક હોય છે. સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના વરદહસ્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે.

Recent Comments