સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર પાડરશીંગા ખોડિયાર મંદિર પાછળ આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ગૌમાતા તેમજ ગૌવંશના પરિવારના મોક્ષાર્થે તારીખ ૨૩-૯-૨૦૨૩ને શનિવારે સવારે ૮ કલાકે નારાયણબલી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હેમાદ્રી પ્રયોગ સવારે ૮ કલાકે, ભોજન પ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે, બીડું સાંજે ૫ વાગ્યે હોમવામાં આવશે. અને રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી અને ડાયરામાં લોકસાહિત્યકાર લાખણશી ગઢવી, પી.વી.જાદવ અને ભજનીક રીનાબેન ગોસ્વામી અને રેખાબેન વાળા ભજનની અમૃતવાણી સંભળાવશે.. આ પ્રસંગનો લ્હાવો લેવા ધર્મપ્રેમી જનતાને પૂ. માતાજી, શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જે લોકોએ યક્ષમાં બેસવું હોય તેમણે ૧૬-૯-૨૦૨૩ના રોજ મૌન પૂર્ણ થયાં બાદ મોબાઇલ નંબર ૯૮૭૯૪૦૯૯૧૨ પર નોંધણી કરાવવા પણ જાણ કરવામાં આવેલ છે.
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર ખોડિયાર મંદિર પાછળ આવેલા શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત ગૌમાતા તેમજ ગૌવંશના પરિવારના મોક્ષાર્થે નારાયણબલી યજ્ઞનું આયોજન. આ નિમિત્તે સંતવાણી અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે.

Recent Comments