પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની તપઃસ્થલી એવા સાવરકુંડલા આશ્રમનાં પવિત્ર એવા દિવ્ય પટાંગણમાં એવં શ્રી આનંદેશ્વર મહાદેવનાં પાવન સાન્નિધ્યમાં તા. ૧૩-૦૯-૨૦૨૩ ને બુધવારનાં રોજ રાત્રે ૮:૩૦ થી લઇ સવારે ૬ઃ૩૦ દરમિયાન પૂજ્યપાદ સદગુરુ દેવનાં ચરણોપાસક કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા શ્રાવણમાસની મહાશિવરાત્રિની ચાર પ્રહરની શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજા શિવભક્તિ રસમાં તરબોળ થઈને કરાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો અને સાવરકુંડલા – સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ દ્વારા આગલી સવારે સર્વે શિવભક્તો માટે ભોજન પ્રસાદીનું (શિવરાત્રીના પારણાનું) પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમે મહાશિવરાત્રીની ચાર પ્રહરની શિવમહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. જેમાં શિવભકતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો.

Recent Comments