fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરીવાર મુંબઈ  પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલાના જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રી કીટનું  વિતરણ કરવામાં આવ્યું.

સાવરકુંડલા ખાતે આજરોજ મહાકાળી ચોક ખાતે આવેલ શોપીંગ કોમ્પલેક્ષમાં સ્વ. ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતાં ચાર છાશ કેન્દ્રના ૧૭૦૦ જેટલાં લાભાર્થીઓને ખાદ્ય ચીજવસ્તુઓની કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશભાઈ કટારિયા, ડો.અંકુર પટેલ, ડો. હેમલ ચોટલીયા, વિદુલાબેન સૂચક, મહેન્દ્રભાઈ કુકડિયા, સાવરકુંડલાના પત્રકાર પ્રદીપભાઈ દોશી, બિપીનભાઈ પાંધી, યોગેશ ઉનડકટ તથા દીપકભાઈ પાંધી ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરીવારની સેવાકીય પ્રવૃત્તિઓનું  આ શહેરમાં નોંધનીય પ્રદાન છે..

આ ખેતાણી પરીવાર દ્વારા સાવરકુંડલાના ૧૭૦૦ જેટલા પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે.અહીં સાવરકુંડલા ખાતે ખેતાણી પરીવારની સૂચના મુજબ આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ખેતાણી પરીવાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો પર વર્ષમાં ચાર વખત આ પરીવાર દ્વારા ચાલતાં છાશ કેન્દ્રના લાભાર્થીઓને આવી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts