fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મિશ્ર ઋતુના કારણે શરદી ઉધરસ અને શ્વાસને લગતી બિમારીઓમાં વધારો.

આમ તો હજુ મકરસંક્રાતિનું પર્વ વિત્યું પરંતુ આ વખતે વાતાવરણમાં હાલ શિયાળાની ઠંડી પ્રવર્તતી નથી જોવા મળતી. બપોરના સમયે પ્રખર તાપ અને રાત્રિના પાછલા પહોરે ઠંડી આમ લોકો બેવડી ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. આવા વાતાવરણમાં રોગચાળો વધે એ પણ સ્વાભાવિક છે. સામાન્યતઃ શિયાળાના ચાર માસ તો ઠંડીના હોય છે પરંતુ પ્રવર્તમાન સમયમાં ઋતુએ પણ પોતાની સાયકલ ચેન્જ કરી હોય તેવું લાગે છે. શિયાળામાં ઠંડીના દિવસો હવે ગણ્યા ગાઠ્યા જોવા મળે છે.

સામાન્ય રીતે લોકો શિયાળામાં જ જાતના પૌષ્ટિક વસાણાઓ આરોગી શરીરને આરોગ્યપ્રદ રાખતાં હોય છે. પરંતુ ઠંડીના પર્યાપ્ત માત્રામાં પ્રમાણ ન હોવાથી શરીરનું મેટાબોલીઝમ પણ અનિયમિત બને છે. વળી ઠંડી ગરમીના મિશ્ર વાતાવરણમાં મચ્છર તેમજ અન્ય બેક્ટેરિયલ પ્રભાવ થોડો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આમ મિશ્ર ઋતુના પરિણામ સ્વરૂપ લોકોના સ્વાસ્થ્ય પણ વતેઓછે અંશે વિવિધ અસરો પડતી હોય છે. જો કે બદલતી આ પર્યાવરણીય અસર લાંબા ગાળે સમગ માનવજાત માટે ફાયદાકારક તો નથી જ. એમાં પણ આ વર્ષે અલનીનોની વિઘાતક અસરને કારણે અસહ્ય ગરમી પડવાની શક્યતા સેવાઇ રહી છે.

Follow Me:

Related Posts