fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મિશ્ર ઋતુને કારણે શરદી ઉધરસ તાવ અને શ્ર્વાસ સંબિધત તકલીફમાં ઉછાળો જોવા મળ્યો.

સાવરકુંડલા શહેરમાં વસંતના પ્રારંભ કાળે બેવડી ઋતુનો માહોલ જોવા મળ્યો. લોકોમાં  શરદી ઉધરસ અને શ્વાસ તાવને લગતાં અનેક કેસો જોવા મળ્યા.. ખાસકરીને ઉધરસ શરદી અને તાવ માટે દર્દીઓ દવાખાના ઉભરાયેલ જોવા મળ્યા.. એકંદરે દિવસનાં તાપમાનમાં પણ વધારો થયો તો વહેલી સવારે થોડો ઠંડીનો અહેસાસ થાય છે. આમ બેવડી ઋતુને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે એ સ્વાભાવિક છે. આવા વાતાવરણમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધજનોને સ્વાસ્થ્ય સંબિધત પરેશાની થાય એ સ્વાભાવિક છે. એમાં પણ બીપી અને શ્ર્વાસ વાળા દર્દીઓએ કાળજી રાખવા જેવું વાતાવરણ જોવા મળ્યું. આમ ગણીએ તો આજે મહાવદ અમાસ એટલે કે શિયાળાનો અંતિમ દિવસ આવતીકાલ ફાગણ માસથી અધિકૃત રીતે ઉનાળો બેસે.. જો કે બદલતાં પર્યાવરણીય પેટર્ને હવે ઋતુઓના માપદંડ જ જાણે બદલી નાખ્યા હોય તેવું જોવા મળે છે. જો કે મોટાભાગના દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી ગયા હોય તેમ અહીં હાથસણી રોડ પર પોતાનું ક્લીનીક ધરાવતાં ડો. સંજયભાઈ પરમારે જણાવ્યું હતું

Follow Me:

Related Posts