fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ‘મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન’ અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ થી લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના અને ગર્વની ભાવના જગાડવા માટે જ્યારે  સમગ્ર ભારતની અંદર તા. ૯ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ ‘મેરી મીટ્ટી મેરા દેશ’ અભિયાન ચાલી રહેલ છે તે અંતર્ગત અમરેલી જિલ્લા એસ.પી. હિમકર સિંહ ની સૂચનાથી સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા ની રાહબરી હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પી.આઈ. એસ.એમ. સોની તથા સ્ટાફ, રૂરલ પોલીસ સ્ટેશનના  પી.આઇ. પી.એલ. ચૌધરી તથા સ્ટાફ તેમજ વંડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાય.પી. ગોહિલ તેમજ સ્ટાફ, સાથે સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ, ટી.આર.બી. પોલીસના જવાનો તથા ગ્રામ રક્ષક દળના જવાનો તેમજ એસ.પી.સી. ના બાળકો તેમજ સામાજિક આગેવાનો, સ્થાનિક લોકો વિશાળ સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

સાવરકુંડલા શહેર-તાલુકાના જનતામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. સાવરકુંડલા ટાઉન પોલીસ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ. જે યાત્રા સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. ત્યારબાદ મહુવા રોડ ખાતે આવેલ જનતા બાગ ખાતે શિલા ફલકમ સ્થળે દેશની સુરક્ષા કરવામાં જેઓએ પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરેલ છે તેવા શહિદ વીરોના બલિદાન અને યોગદાન ને શ્રધ્ધાંજલી પુષ્પાંજલી પણ અર્પણ કરવામાં આવેલ ત્યારબાદ સામુહિક રાષ્ટ્રગીતનું ગાન કરીને આ યાત્રાનું સમાપન કરવામાં આવેલ.

Follow Me:

Related Posts