સાવરકુંડલા શહેરમાં રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવેલ

આમ તો રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનો તહેવાર. જો કે આ વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવાના મૂહૂર્ત વિશે થોડી અવઢવ હતી એટલે લોકો પણ વિદ્વાન બ્રાહ્મણોનાં મંતવ્ય જાણીને રાખડી બાંધવાનું મૂહૂર્ત જાણવા માટે ટેલીફોનીક કે કોઈ પણ સંદેશાવ્યવહારના માધ્યમ દ્વારા જાણતાં જોવા મળ્યાં હતાં. ભદ્રકાલનો ત્યાગ કરવો જોઈએ?
એ વિશે આમજનતા અસમંજસમાં હોય એટલે પ્રકાંડ પંડિતોનું માર્ગદર્શન અને સલાહ લેતાં જોવા મળ્યાં હતાં. આમ તો સાવરકુંડલા શહેરની એક ખાસ ઓળખ હોય તો વાર તહેવારે અહીં ઊંધિયું, ખમણ, ફરસાણ, મીઠાઈ વગેરે આરોગવાનો ખાસ્સો ક્રેઝ હોય એટલે ફરસાણ અને મીઠાઈવાળા પણ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે પેટભરીને ધંધો કરતાં જોવા મળેલ. તો અમુક લોકો તો આજે રક્ષાબંધનના છેલ્લે ક્ષણોમાં પણ રાખડી, મીઠાઈ ખરીદતાં જોવા મળ્યા હતાં. એકંદરે આજે યજ્ઞોપવિત બદલવાની (જનોઈ બદલવાની વિધિ) પણ મૂહૂર્ત જોઈને કરવામાં આવતી હતી. એકંદરે રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે લોકો દ્વારા હોંશે હોંશે ઉજવણી કરવામાં આવી
Recent Comments