fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રાષ્ટ્રીય સ્યંમ સેવક સંઘ દ્વારા સાવરકુંડલા નગર ખાતે પથ સંચલન કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયો. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવરકુંડલા નગર દ્વારા ગતરોજ તારીખ ૨૯-૧૦-૨૩ને રવિવારે પથ સંચલન યોજવામાં આવ્યું. જેમાં ૧૩૭ ની સંખ્યા ઉપસ્થિત રહી હતી. વ્યાયામ મંદિરે થી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગો પર થઈને પરત વ્યાયામ મંદિર પહોંચ્યું. રસ્તામાં ઠેર ઠેર નગરજનો દ્વારા ભારત માતા કી જય ના ઘોષ સાથે સ્યંમ સેવકોના ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને હર્ષ સાથે વધામણાં કરવામાં આવેલ. વિભાગ બૌદ્ધિક પ્રમુખ પ્રણવભાઈ ભટ્ટનું પ્રસંગોચિત બૌદ્ધિક રહ્યું. તમામ સ્યંમ સેવકોના સહિયારા પ્રયાસથી આ પથ સંચલન કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Follow Me:

Related Posts