અમરેલી

સાવરકુંડલા શહેરમાં લબ્ધપ્રતિષ્ઠ રઘુવંશી અગ્રણી રાજુભાઇ શીંગાળાની નવી ઓફિસ ખાતે મુલાકાત લેતા અમરેલી જીલ્લા ચેમ્બરના હોદેદારો. વેપારી વર્ગને સતાવવતાં વિવિધ પ્રશ્ર્નો અંગે પણ પ્રાસ્તાવિક ચર્ચાઓ થઈ.

સાવરકુંડલામાં બહોળી નામના ધરાવતા લબ્ધપ્રતિષ્ઠ રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી તથા સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ શ્રી રાજુભાઇ શીંગાળાની નવી ઓફિસની મુલાકાત લેતા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી,ઉપપ્રમુખ મુન્નાભાઈ મલકાન,ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ રૂપારેલીયા,અને ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા સહિતે રાજુભાઇ શીંગાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.. આ પ્રસંગે વેપારી વર્ગમાં વિવિધ પ્રશ્ર્નો અંગે પણ પ્રાસ્તાવિક ચર્ચાઓ કરવામાં આવેલ.

Related Posts