fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં લોકોને કરો યોગ રહો નિરોગનો સંદેશ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત મહિલા યોગ કેન્દ્રની એક આગવી ઓળખ

વૈદિક કાળની ભારતીય સંસ્કૃતિનાં પ્રણેતાઓમાંના એક મહર્ષિ પતંજલિએ નિર્દેશેલા તેજસ્વી આયામો જે સમસ્ત માનવજાતને તન-મનથી સશક્ત રહેવાના,સ્વસ્થ અને દ્રઢ મનોબળના ઘડતરમાં અગત્યનું યોગદાન બની રહ્યા છે,તે વિચારધારાને સમસ્ત વિશ્ર્વનાં ફલક સુધી પહોંચાડવાનું શ્રેય જેમના નામે નોંધાય ચુક્યું છે તેવા અર્વાચીન યોગ પુરુષ વંદનીય બાબા રામદેવજી અને એવા જ બાહોશ ભારતીય સંસ્કૃતિની ઓળખ સારાયે વિશ્ર્વને આપનાર સમર્થ-નીડર આધુનિક ભારતના ઘડવૈયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આયોજનના ભાગરુપે સારાયે વિશ્ર્વમાં “૨૧ જુન  એટલે વિશ્ર્વ યોગ દિન.” કરો યોગ રહો નિરોગની ઝુંબેશના ભાગરુપે સાવરકુંડલા સંસ્કાર મંદિરના પટાંગણમાં છેલ્લા ૧૭ વર્ષથી વધુ સમય ગાળાથી વિનામૂલ્યે નિયમિત મહિલા યોગ કેન્દ્ર કાર્યાન્વિત છે,યોગ પ્રશિક્ષિકા વિમળાબેન  આર.ઝાલાવાડીયાની રાહબરીમાં  આચાર્યશ્રી રામદેવજી મહારાજના  માર્ગદર્શનથી અનેક બહેનો પોતાનું સ્વાસ્થ્ય ટકાવી રહ્યા છે ,રોગમૂક્ત થયા છે .આજે પણ હંમેશા સવારે  ૬ કલાકે અને સાંજે ૫ વાગ્યે બહેનો યોગ સાધના કરી રહ્યા છે.  આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રસ્તુત અનોખી કરો યોગ રહો નિરોગની અનોખી દાસ્તાન          સંપર્ક : વિમળાબેન બેન ઝાલાવાડીયા મોબાઇલ નંબર:૯૪૨૯૦૭૪૭૪૩

Follow Me:

Related Posts