સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ રાસ મહોત્સવ દરમિયાન ગતરોજ પાંચમાં નોરતે રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વીરદાદાજસરાજ સેનાના ભાવભર્યા આમંત્રણને માન આપીને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા ઉપસ્થિત રહીને ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તો છઠ્ઠા નોરતે અમરેલીથી મિત્રો સાથે પધારેલ ડો ભરત કાનાબાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી પણ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પહોંચી ગયા હતા. આમ તો નવલાં નોરતાં અને એમાં પણ વીરદાદાજસરાજ સેનાનું આયોજન એટલે રઘુવંશી સમાજના ખેલૈયાઓની રાસ રમઝટ પછી પૂછવું જ શું? એમાં પણ સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા, ડો. ભરત કાનાબાર, પત્રકાર બિપીનભાઈ પાંધી વગેરેની ઉપસ્થિતિ એટલે સોનામાં સુગંધ..આ પ્રસંગે પ. પૂ. ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ કાનાતળાવ) પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે ઉપસ્થિત તમામનું વીરદાદાજસરાજ સેના દ્વારા સપ્રેમ આવકાર સાથે સુસ્વાગત કરવામાં આવેલ. એમ વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના આયોજિત તેરમા રઘુકુળ નવરાત્રિ મહોત્સવમાં પાંચમાં નોરતે સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિ રહી હતી.

Recent Comments