અમરેલી

સાવરકુંડલા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની ઉમદા પ્રવૃત્તિ

છેલ્લાં ૫-દિવસથી પર્યાવરણની જાગૃતિ માટે ડી.જે. પરમાર સાહેબ – પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબે પોતે પર્યાવરણ પ્રેમની ઉમદા લાગણી વરસાવી વન વિભાગના અધિકારીઓના સહકારથી ૪૦ ઉપરાંતનાં વૃક્ષોનું કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કરાવ્યું અને પર્યાવરણ જાગૃતિ માટે સુંદર સંદેશો આપ્યો..આ પ્રસંગને બી.કે.ચંદારાણા સાહેબ – એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ,સાવરકુંડલા..ડી.જે.પરમાર સાહેબ – પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ, સાવરકુંડલાચૌધરી સાહેબ – પ્રાંત અધિકારી સાહેબ, સાવરકુંડલા, એફ.એમ.માંકડા – મામલતદાર, સાવરકુંડલા. એસ.એમ.ટાંક – સેક્રેટરી, તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલા. પ્રતાપભાઈ ચાંદુ – આર.એફ.ઓ ભરતભાઈ ચાંદુ – આર.એફ.ઓ., સામાજિક વનિકરણ રેન્જ સાવરકુંડલા. અશોકભાઈ સોસા – પ્રમુખ, સાવરકુંડલા બાર એસોસિએશન ઝુબેરભાઈ ચૌહાણ – ઉપપ્રમુખ, સાવરકુંડલા બાર એસોસિએશન તથા સાવરકુંડલા કોર્ટ તમામ કર્મચારીઓ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીનાં તમામ કર્મચારીઓ, વન વિભાગનાં તમામ કર્મચારીઓ તેમજ સાવરકુંડલા બાર એસોસિએશનનાં તમામ હોદ્દેદાર, સિનિયર એડવોકેટ તથા જુનિયર એડવોકેટ મિત્રોએ વૃક્ષારોપણનો અદભુત કાર્યક્રમ સફળ બનાવ્યો..Attachments area

Related Posts