fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને શિસ્તના સેવાધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો. 

સાવરકુંડલા ગુરુકુળમાં બિરાજમાન બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યથી શ્રી શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તેમજ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીના શુભ આશિષ સાથે નેત્ર કેમ્પના મુખ્ય દાતા શ્રી ગૌ. વા. ચંદ્રકાંતભાઈ રતિલાલ મહેતા હ. નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા મુંબઈના આર્થિક સહયોગથી તારીખ ૦૨-૦૨-૨૦૨૪ ને શુક્રવારના રોજ ૩૨૪ મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા શ્રી શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા ડોક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિરનગર શિવાનંદ મિશનના નિષ્ણાંત ડોક્ટરોએ કુલ ૧૧૫ આંખના જુદા જુદા રોગોના દર્દી તપસ્યા હતા.

જેમાંથી મોતિયાના ઓપરેશન કરવા લાયક કુલ ૧૫  જેટલા દર્દીઓને વીરનગર આંખની હોસ્પિટલમાં લઈ જઈ મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડવામાં આવ્યા.આ કેમ્પમાં કુલ ૧૧૫ દર્દીઓ લાભ લીધો હતો ગરીબ માણસો માટે આ પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા જઈએ તો ઓછામાં ઓછા ૫૦૦૦ થી ૯૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય અને દવા વગેરે અલગ, જ્યારે આ  કેમ્પમાં  દાતાશ્રીના સહયોગથી કુલ ૧૫ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી નવી દૃષ્ટિ આપવામાં આવી. દાતાશ્રીના આર્થિક સહકારથી આવું સુંદર મજાનું સેવાનું કાર્ય થયું. સંસ્થા સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે તેમાં આ રકમનો ઉપયોગ થતાં દાતાશ્રીએ પણ લક્ષ્મીને કૃતાર્થ કરી છે. દાતાશ્રીના દાનની મદદથી આ દર્દીઓને નવી દ્રષ્ટિ મળી છે જે ઘણું મોટું પુણ્યનું કાર્ય ગણાય અને સંસ્થા જે સમાજલક્ષી સેવાકીય પ્રવૃતિ કરી રહી છે  તેમાં દાતાશ્રી  પરિવાર સહિત સહભાગી બન્યા તેથી ગુરુકુળ પરિવાર વતી કોઠારી સ્વામિ અક્ષરમુક્તદાસજીએ જય સ્વામિનારાયણ પાઠવીને દાતાશ્રીનો આભાર માન્યો હતો આ કેમ્પના મુખ્ય દાતા ગૌ.વા ચંદ્રકાંતભાઈ રતિલાલ મહેતા હ. નિમેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા રહ્યા હતા.

Follow Me:

Related Posts