સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પ્રસ્તુત શ્રીમતી.એ.કે.ઘેલાણી માધ્યમિક શાળામાં સાયબર ક્રાઈમ લોક જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ મથકના પી.એસ.આઈ પી.જી.ચોચા મૅડમ,એએસઆઇ આર.બી.સમા સર,યુએચસી એ.વાય.કાજી સર, એલઆરડી એમ.વી શિયાળ સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા સંચાલક મંડળના ઘનશ્યામભાઈ કણકોટિયા, કાર્યક્રમના કોર્ડિનેટર દિપકભાઈ પરમાર, આચાર્ય દિપેશભાઈ પંડયા, શિક્ષિકા સરોજબેન, શિક્ષક મીન્ટુભાઈ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કાર્યક્રમનું પ્રેઝન્ટેશન અને વક્તવ્ય સાયબર ક્રાઇમ વોલીન્ટીયર ગોપાલભાઈ એસ.સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રીમતી એ. કે ઘેલાણી માધ્યમિક શાળામાં સાયબર ક્રાઇમ લોકજાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી.

Recent Comments