અમરેલી

સાવરકુંડલા શહેરમાં શોરાવાડી ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શોરાવાડી સોસાયટીમાં આવેલ કેસરીનંદન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.  તમામ રહીશોના સહકારથી આયોજન કરેલ. શોરાવાડી સોસાયટીના યુવક મંડળ દ્રારા સુદર વ્યવસ્થા કરેલ. આ પ્રસંગે સોસાયટીનો યુવક મહેતા નચિકેતા તાજેતરમાં ઈન્ડીયન આર્મી નાસિક ફરજમાં નિમણૂક થઈ હોય જે સોસાયટી માટે ગર્વની વાત કહેવાય જેથી યુવક મંડળના પ્રમુખ મીલનભાઈ રૂપારેલીયા તેમજ તમામ સભ્યો દ્રારા પુષ્પગુચ્છ આપીને મહેતા નચિકેતાને સન્માનિત કરી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ. .

તો વળી આજે તેમનો જન્મદિવસ હોય પોતાના જન્મદિવસની ઉજવણી પણ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને અનુસરીને માનવમંદિર ખાતે હરિના બાળકોની સંગે મનોરોગી બહેનોને મિષ્ટભોજન કરાવીને પૂ. ભક્તિરામ બાપુનાં શુભાષીશ સાથે ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિનાં અસ્મિતાના દર્શન પણ કરાવતો જોવા મળેલ. નચિકેતાના જન્મદિવસ નિમિત્તે પૂ. ભક્તિરામ બાપુએ પણ શુભાષીશ સાથે સોમનાથ મહાદેવનો ફોટો આપી જન્મદિવસ હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી અને નચિકેતાના ઉજ્જ્વળ ભવિષ્યની મંગલ  કામના પણ કરી.

Related Posts