અમરેલી

સાવરકુંડલા શહેરમાં સફાઈ ઝુંબેશ સઘન બને તો લોકોની આરોગ્ય સુખાકારી સારી રીતે જળવાઈ રહે

સાવરકુંડલા શહેરમાં કોલેજ રોડ સ્થિત કર્મચારી સોસાયટી વિસ્તારનાં ખૂણે ડો. પ્રફુલ્લભાઈ શાહના ઘર પાસે આવેલી ખાણમાં કચરાં અને ગંદકીનાં સામ્રાજ્યથી આસપાસ વિસ્તારોનાં લોકો ભારે પરેશાન.. લીક થતાં પાણીથી પણ વાતાવરણમાં ભેજ હોય મચ્છરનો ઉપદ્રવ પણ વધું હોય એ સ્વાભાવિક છે. આવાં વિસ્તારોને લોકેટ કરી ત્યાં તંત્ર સ્વચ્છતા અભિયાન યુધ્ધના ધોરણે કરવું જરૂરી છે. રોગચાળો વકરે તે પહેલાં લોકોની આરોગ્યની સુખાકારી માટે પણ આ અત્યંત મહત્વનુ છે. ચલો ઘરમાં તો લોકો પોતાની સ્વચ્છતા જાળવી લે પરંતુ જાહેર સ્થળોએ કે માર્ગો કે ખાણ જેવી પડતર જગ્યાએ તો તંત્રે જ વિશેષ ધ્યાન આપી આ સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટે કોઈ ઠોસ પોલિસી ઘડી આવાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અને સ્વચ્છતા અંગે પૂરજોશમાં કાર્ય કરવાનો સમય આવી ગયો છે. ધીંગી બહુમતીથી વિજય મેળવ્યો હોય પ્રજાને કોઈ હાલાકી ભોગવવી ન પડે માટે તંત્રે ખડેપગે સેવારત રહેવું જોઈએ એવું આમજનતા ઈચ્છે એમાં પણ કશું અજુગતું તો નથી.. તો યુધ્ધના ધોરણે આવા તમામ વિસ્તારોની આરોગ્ય સફાઈ ઝુંબેશ સઘન બને તે આજનાં સમયની માંગ છે.

બિપીન પાંધી

Related Posts