પ્રગતિનાં પંથે હવે કાર્ય ડાકઘરનું, બસ થોડો ઇંતેજાર હવે એક સુવિધાનું છોગું પોસ્ટ વિભાગમાં ઉમેરાશે. સાવરકુંડલા શહેરમાં લખભગ વીસ વર્ષ કરતાં વધુ સમયથી હાથસણી રોડ ખાતે પોસ્ટ ઓફિસ માટે ફાળવાયેલી જમીનમાં હવે ઈશ્ર્વર કૃપાથી એક નવી પોસ્ટ ઓફિસની ઈમારત ચણાય રહી છે. ટૂંક સમયમાં સાવરકુંડલા શહેરનાં લોકોને પણ એ નવી ઈમારતમાં પોસ્ટ ઓફિસનો લાભ મળતો થઈ જશે.. ચણતર કામ પ્રગતિમાં છે લગભગ ચણતર પૂર્ણ થવામાં છે ત્યારબાદ લાદી ટાઈલ્સ જરૂરી બારી- દરવાજા, રંગરોગાન અને ફર્નિચરનું કામ શરૂ થશે. ટૂંકમાં વર્ષોથી આ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ માટે ફાળવાયેલી આ જમીનમાં વહેલા કે મોડા પણ બ્રાંચ પોસ્ટ ઓફિસ શરૂ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે..
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ સ્થિત નવી પોસ્ટ ઓફિસ બ્રાંચનું નિર્માણ પ્રગતિનાં પંથે



















Recent Comments