અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા ખોડિયાર ચોક પાસે આવેલ હરેશભાઈ લાડવાના ઘર પાસેથી પસાર થતાં નાળાની ગંદકી કાયમી ધોરણે દૂર કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર ખોડિયાર ચોક વિસ્તારમાં આવેલા હરેશભાઈ લાડવાના મકાનની દિવાલ નજીકથી પસાર થતો વોંકળાનું વાળું છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થાન બની ચુક્યું છે. આ સંદર્ભે અવારનવાર અખબારી અહેવાલ પણ પ્રસિધ્ધ થયાં છે. પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે. હાલની સ્થિતિ જોતાં આ નાળા પાસે રહેતાં પરિવાર આ નાળાની ગંદકીને કારણે કફોડી હાલત ભોગવી રહ્યો છે. હરેશભાઈના પિતાશ્રી વયોવૃદ્ધ જીવન વ્યતિત કરી રહ્યા છે. નાળાની નીચે નજર કરતાં જ ગંદકીના થર જામેલા જોવા મળે છે. વળી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે એ સ્વાભાવિક છે તો હાલની વર્તમાન નગરપાલિકા બોડી આ સંદર્ભે સંજ્ઞાન લઈને વહેલીમાં વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે. અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને પણ પસાર થતી વખતે મુશ્કેલી અનુભવતાં જોવા મળે છે.

Related Posts