ગતરોજ શિક્ષક દિન નિમિત્તે સાવરકુંડલા શહેરનાં હાથસણી રોડ પર આવેલા છેવાડાના વિસ્તારોમાં ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકોને પ્રતિદિન બે કલાક નિશુલ્ક શિક્ષણ પ્રદાન કરતાં ધારાબેન ગોહિલ અને તેની ટીમ દ્વારા આ ગરીબ વિદ્યાર્થીઓને સાથે રાખીને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમનાં માર્ગદર્શન હેઠળ ઉપર આભ અને નીચે ધરતી જેવાં કવિ રવિન્દ્રનાથ ટાગોરનાં વિચાર જેવી છત અને દિવાલ રહિત ખુલ્લા વર્ગખંડમાં ( આ વિસ્તારની એક ખુલ્લી જગ્યામાં) વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષણ કાર્ય કરેલ.
આ સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાબેન ગોહિલની શૈક્ષણિક ટીમ દ્વારા બાળકોને ધર્મનું જ્ઞાન મળી રહે તે ઉદ્દેશથી ભગવત ગીતાનું પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવેલ. આમ નહીં સ્કૂલ નહીં શાળા છતાં પણ ભણે છે આ બાળકો ખંતથી બિચારા. શિક્ષણ એ તો સાધના છે. અને જેને પ્રાપ્ત કરવું હોય તે કપરાં સંજોગોમાં પણ પ્રાપ્ત કરી લે છે. ધારાબેન ગોહિલ તથા તેમની સમગ્ર ટીમના આ શૈક્ષણિક અભિગમને બિરદાવવા માટે ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.


















Recent Comments