સાવરકુંડલા શહેરમાં હિન્દુ સંગઠન સંસ્થાઓ દ્વારા જયાપાર્વતીના વ્રત નિમિત્તે જાગરણ પર્વ અનોખી રીતે ઉજવવામાં આવેલ
સાવરકુંડલા શહેરમાં દુર્ગાવાહિની મહિલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરની મહિલાઓને જયાપાર્વતી વ્રતનું જાગરણ સંદેશ આત્મક રીતે કરાવાયું સાવરકુંડલામાં પરશુરામ ઉપવન ખાતે શહેરની મોટાભાગની બહેનોને એકઠા કરી સંસ્થાની હોદ્દેદાર મહિલાઓએ વિસરાઈ ગયેલી જુદી જુદી રમતો રમાડી સંગીતની સાથે આ જાગરણ કરવામાં આવ્યું હતું સૌથી મહત્વની બાબત એ છે કે સામાન્ય રીતે જાગરણમાં બહેનો મોબાઇલનો અને ટીવીનો વધુ ઉપયોગ કરતા હોય છે શેરીઓમાં ફરતા હોય છે કેટલાય એવા અનિચ્છનીય કિસ્સા બનતાં હોય આવી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે પણ આ પ્રયોગ સરાહનીય ગણાય. આ પ્રયોગ દ્વારા ખૂબ જ સારી એવી સફળતા મેળવી છે આ સંદર્ભે આપણી ભારતીય સંસ્કૃતિના પરંપરાગત તહેવારોની ધાર્મિકતાનું મહત્વ સમજાવી કરાયેલા આ નવતર પ્રયોગમાં શહેરની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક જાગરણ પૂરું કર્યું…
અત્યારના સમયમાં ઊંચો કૂદકો, સંગીત ખુરશી, ત્રિપદી દોડ, સર્કલ દોડ, સહિતની અનેક રમતો આજે શેરીઓ મારા માટે બંધ થઈ. સ્કૂલોમાં બાળકોને રમાડવામાં આવતી નથી જેને કારણે કસરત અને હેતુ સાથેની આ રમતો જાગરણના દિવસે રમવા મળે અનુભવવા મળે તે અમારા માટે ગૌરવની વાત છે અને સલામત રીતે અમે આ ધાર્મિક સમજણ સાથેનું જાગરણ કર્યુ
નવરાત્રીની જેમ જાગરણમાં પણ વિસ્તાર મુજબ કે આવી કોઈ સંસ્થાઓ દ્વારા જાગરણ સહિતના તહેવારો મનાવવામાં આવે તો મહિલાઓ માટે અને બહેનો માટેની અનેક પજવણી સહિતની ઘટનાઓ બનતી અટકાવી શકાય
આ કાર્યક્રમમાં યશોધરાબેન પંડ્યા, હીનાબેન કાણકીયા, જાગૃતિબેન હરસોરા, ધારાબેન સહિતના અગ્રણીઓ ખાસ આયોજન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
Recent Comments