સાવરકુંડલા શહેરમાં G 20 પ્રોગ્રામ અંતર્ગત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ
નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા કોલેજમાં આજરોજ G-20 ના નોડલ ઓફિસર ડૉ. જાગૃતિબેન રાઠોડ દ્વારા G-20 કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. G-20ના પોસ્ટરો તથા સ્વામી વિવેકાનંદના જીવન- સંદેશ-કાર્યના ૪૦ પોસ્ટર તેમજ રામકૃષ્ણ પરમહંસના જીવન દર્શનના પ્રસંગોના ૪૦ પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું. આ પ્રદર્શન કોલેજની ૨૨૦ વિદ્યાર્થીનીઓએ રસ પૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શન દ્વારા જી-20 તથા સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ પરમહંસના જીવન વિશેની માહિતીથી બહેનો અવગત થયા હતા. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Recent Comments