સાવરકુંડલા શહેરમાં RSS તેમજ હિન્દુ યુવા સંગઠન અને સુરેશભાઈ પાનસુરીયા દ્વારા માં ભારતીની પૂજા અર્ચના કરી
ભારતીય લોકતંત્રના 74માં ‘પ્રજાસત્તાક પર્વ”ની ઉજવણીના ભાગરૂપે આજે સાવરકુંડલા શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયંસેવકો તેમજ હિન્દુ યુવા સંગઠન સાવરકુંડલા દ્વારા આયોજિત ભારત માતાના પૂજન કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા માં ભરતી ની પૂજા અર્ચના કરી, પુષ્પાંજલિ અર્પણ કરી.
આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાધેલા, શ્રી રાજુભાઈ નાગ્રેચા, શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધ રાઠોડ, ભાજપ યુવા મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, તથા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખશ્રી પ્રાણભાઈ વસાણી, શહેર ભાજપ મંત્રી શ્રી અમિતભાઈ પંડ્યા, શહેર યુવા ભાજપ મંત્રી શ્રી નિખિલભાઇ ઘેલાણી, ભાજપ અગ્રણી શ્રી નવીનભાઈ પરમાર, શ્રી ભાવિકભાઈ હિરેનભાઇ ઙાભી, શ્રી રાજ સંજયભાઈ સરવૈયા, શ્રી હરેશભાઈ કાલાવડીયા સહિતના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments