શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી એસ.વી. દોષી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા દ્વારા તારીખ ૨૩-૯-૨૩ ના રોજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૩ ની પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષાનું સંચાલન શ્રી લાલજીભાઈ એચ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું તો શાળાના આચાર્ય શ્રી ઉષાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીની ના જીવનમાં સંસ્કૃતિનું મહત્વ અને જીવનમાં તેમનો અસરો વિશે પણ વિસ્તૃત છણાવટ કરી હતી તો ગાયત્રી મંદિર પરિવાર તરફથી પધારેલ શ્રી યાજ્ઞિકભાઇ વ્યાસે પણ વિદ્યાર્થીની તેમજ શાળા પરિવારને શુભેચ્છા પાઠવેલ હતી. તો શાળાના સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ પૂરો પાડેલ હતો.
સાવરકુંડલા શહેરમા આવેલ કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Recent Comments