સાવરકુંડલા શહેરમા આવેલ બેંક ઓફ બરોડા બાંન્ચ ખાતે આજરોજ કલાક દોઢ કલાક બેંકીંગને લગતી કનેક્ટીવીટી ખોરવાતા બેંકના કર્મચારીઓ અને ખાતેદારોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો.
બેંક ઓફ બરોડા સાવરકુંડલા બ્રાંચ ખાતે આજરોજ એક થી દોઢ કલાક કનેક્ટીવીટી નહીં મળતાં બેંકમાં ખાતાધારકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. જ્યારે તંત્ર ફોર જી અને ફાઈવ જીની વાતો કરતું હોય ત્યારે આવી કનેક્ટીવીટી ન મળવી એ પણ એક વિચાર માંગી લે તેવો સવાલ છે. તંત્ર પૂરતાં પ્રમાણમાં કનેક્ટીવીટી જળવાઈ રહે તે માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જરૂરી છે. જ્યારે દેશ આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે અને જ્યારે ભારતનાં અર્થતંત્ર સિક્સ બિલીયન ડોલર સુધી લઈ જવુ હોય ત્યારે આવી ડીસ કનેક્ટીવીટી જેવી સમસ્યાઓ ન સર્જાય તે માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
જો કે આ એક ટેકનીકલ બાબત છે પરંતુ આવી ટેકનીકલ અંતરાયના અવરોધ ઊભા ન થાય તે માટે પણ પૂરતાં પ્રમાણમાં સક્ષમ ટેકનીકલ સ્ટાફ પણ હોવો જોઈએ કે જે આંખો મીંચીને ખોલતાં આવી ટેકનીકલ ફોલ્ટની સમસ્યાનું નિવારણ કરી શકે.. એક બાબત પણ સ્પષ્ટ છે. કે આજે આ કહેવાતા હાઈટેકનોલોજી યુગમાં વ્યક્તિની વ્યસ્તતા વચ્ચે પોતાના બેંકીંગ કાર્યો આટોપવા માટે બેંકે જતાં હોય અને કનેક્ટીવીટી ન મળવાથી પોતાના સમયનો વ્યય થતો હોય ત્યારે આર્થિક ઉદારીકરણના આ યુગમાં લોકોને આવી બાબત કેમ પોસાય? તે પણ એક સવાલ છે. અહીં સવાલ કોઈ વ્યક્તિનો નથી પરંતુ સિસ્ટમનો છે. જ્યારે ફાઇવ જીના સપના લોકો જોઈ રહ્યા હોય ત્યારે કનેક્ટીવીટીને અભાવે વ્યક્તિનો નાણાંકીય વ્યવહાર વિલંબમાં મૂકાય તે કેટલે અંશે યોગ્ય કહેવાય??
Recent Comments