fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા આવેલ બ્રાંચ શાળા નંબર સાતના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષા આપી. 

 શાળાના કુલ ૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતું આ પ્રથમ ચરણનો પ્રારંભ કર્યો સા.કુંડલા  બ્રાન્ચ શાળા નં.૭ ના  વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને   ઉજાગર કરવા માટે  ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષા આપી તેમાં આ શાળાના  ચોસઠ  બાળકોએ  ખૂબ  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. તેને સતત  જીજ્ઞાબેન વ્યાસ  માર્ગદર્શન આપવા માટે મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. ખરેખર ભારત  દેશમાં આપણી  ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને બચાવીને તેનું સંવર્ધન કરવાના કાર્ય માટે આ દેશના  નાગરિકોને નાનપણથી જ તૈયાર કરવા પડશે. આમ બાળપણમાં શીખવવા આવેલાં સંસ્કારો જીવનમાં ચિરંજીવી રહેતા હોય છે. છોડ કુમળો હોય ત્યારે બરાબર વળે એ આપણાં  પ્રાચીન સૂત્ર સાથે શિક્ષણનો પ્રારંભ થાય છે.

Follow Me:

Related Posts