તારીખ ૧૭/૧૨/૨૦૨૩ના રોજ ચાણક્ય ટ્યુશન કલાસીસના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ. નૂતન કેળવણી મંડળના સહયોગથી ચલાવવામાં આવતા ઘેલાણી ટેક્નિકલ વિભાગમાં ચાણક્ય ટ્યુશનના ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વવારા વિજ્ઞાન મેળામાં ખુબજ ઉત્કૃષ્ટ અને વિજ્ઞાનક અભિગમને રજુ કરતી ૪૦ થી પણ વધારે કૃતિઓ બનાવવામાં આવી હતી જેમાં જવાળામુખી કેન્દ્ર, ચંદ્રયાન, સોલાર લાઈટ પેનલ, પવનચક્કી, અને પાચનક્રિયાને લાગતા મૉડલ ધ્યાન આકર્ષક બન્યા હતા.
આવિજ્ઞાન મેળાની મુલાકાતે નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા. જેમાં જ્યંતિભાઈ વાટલિયા, કનુભાઈ ગેડીયા, વિનુભાઈ રાવળ , દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાના શિક્ષીત લોકો તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ અન્ય શિક્ષકો જેમાં તૃપ્તિબેન, હિતેષભાઇ, રવિભાઈ મહેતા, સંજયભાઈ,શૈલેષભાઇ તથા વિધાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. સમગ્ર વિજ્ઞાનમેળાની સફળતાની શુભકામનાઓ ચંદ્રિકાબેન કામદાર અને મુકુન્દભાઈ (નૂતન કેળવણી મંડળ)એ આપી હતી તેમજ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપી બિરદાવ્યા હતા. આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે ચાણક્ય ટ્યુશન કલાસીસના સંચાલક જેસીંગભાઇ જીતિયા તેમજ સમગ્ર ટીમે ખુબજ જહેમત કરી હતી.

















Recent Comments