સાવરકુંડલા શહેરમાં આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દિર્ધાયુ માટે દિર્ધાયુ મહાયજ્ઞ, એક હજાર સરસ્વતી સાધકોને નોટબુક અને આકર્ષક ભેટ વિતરણ વૃધ્ધ લોકો માટે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તથા આ પાવન માંગલિક પ્રસંગના અનુસંધાને સામાજિક સૌહાર્દના પ્રતિક સ્વરૂપે દસ હજાર લોકો યજ્ઞ બાદ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો કાર્યક્રમ પણ તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માંગલિક પ્રસંગે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં યજ્ઞ પરંપરાની એક અનોખી પહેચાન ઉભી થવા જઈ રહી છે ત્યારે આ હોમ હવન આપણાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૭૩ વૈદિક કુંડમાં કુલ ૧૫૧ વિદ્વાન બ્રાહ્મણો આ મહાયજ્ઞ કરાવશે અને ૯૦૦ લોકો આ મહાયજ્ઞમાં બેસીને બીડું હોમશે. યજ્ઞ પ્રારંભ સમય સવારે આઠ કલાકથી સાંજે પાંચ સુધી રહેશે તમામ વૈદિક વિધિવિધાન સાથે ખૂબ જ ચોક્કસાઈથી આ મહાયજ્ઞ કરાવવામાં આવશે. આ મહાયજ્ઞનું લાઈવ પ્રસારણ દેશની તમામ નામાંકિત ચેનલો દ્વારા કરવામાં આવશે.
આ મહાયજ્ઞ વેદાંતાચાર્ય ભાવેશભાઈ શાસ્ત્રીજી(રાજુલા વાળા) ના આચાર્યપદે આ હોમ હવન સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે.આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય દિલીપભાઈ સંઘાણી ચેરમેન ઈફ્કો તથા ગુજકોમાસોલ રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર રહેશે. આ પ્રસંગ સંદર્ભે મોદી સાહેબનું સૌથી ઊંચું કટઆઉટ પ્રદર્શન પણ યોજવામાં આવશે. તેમજ દેશમાં પ્રથમ વખત મોદી પ્રદર્શની યોજવામાં આવશે જેમાં સૌના મોદી વૈશ્વિક મોદીનું પ્રદર્શન જે ૬ મહિના સુધી લોકો માટે ખુલ્લું રહેશે.આ તમામ કાર્યક્રમોને આજે આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહ્યી છે. આમ પણ હોમ હવન એ આપણી પુરાણ કાળથી ચાલી આવતી વૈદિક પરંપરા છે જેના દ્વારા સમગ્ર આભા મંડળને એક નવી ચેતના એક નવી ઊર્જા અને રચનાત્મક સંયોજક મળતું હોય છે. યજ્ઞ અને હોમહવનનું પણ એક વૈદિક વિજ્ઞાન છે જેના પ્રત્યે ધીમે ધીમે પાશ્ચાત્ય દેશો પણ આપણી આ વેદ પુરાણ સંસ્કૃતિ તરફ વળતાં જોવા મળી રહ્યા છે.
આમ તો આવો અનોખો વિચાર આવવો એ પણ ઈશ્ર્વરીય સંકેત કહેવાય. આ સમગ્ર આયોજનના મુખ્ય ઉર્જા સ્ત્રોત ગુરુમહારાજની પ્રેરણાથી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા જ રહ્યાં છે. નાનપણથી જ સુરેશભાઈના રક્તનાં કણે કણમાં રાષ્ટ્ર પ્રેમનો અખૂટ ભંડાર ભરેલો છે. હવે યુવા વયે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના લોકોની સેવા કાજે અર્પણ કરવાનું પ્રણ લઈને નીકળેલાં સુરેશ પાનસુરીયા પણ નાવલી નદીનું ખમીરનું એક અનોખું પ્રતિક જ ગણાય.. આમ ગણો તો કોઈ પણ કાર્ય હમેશાં સો ટકા ગુણવત્તાયુકત જ કરવું એ તેમનો જીવનમંત્ર છે એટલે સામાજિક સેવામાં પણ ગુણવત્તા અને સહ્રદયતાના દર્શન તેમના કાર્યમાં અવશ્ય જોવા મળે. અને એક વખત કમિટમેંન્ટ કર્યા પછી તે લક્ષને પ્રાપ્ત કરવા આકાશ પાતાળ એક કરતાં પણ જોવા મળે છે.
Recent Comments