સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર થી જલારામ મંદિર તરફ જતાં નાવલી નદીના પુલ પર તંત્ર દ્વારા રેલિંગ ફીટ કરવામાં આવી. સાથે સાથે આ પુલ પર ઈલેકટ્રીક પોલ ઉભા કરી જાહેર લાઈટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
સાવરકુંડલા શહેરમા મેઈન બઝાર થી જલારામ મંદિર તરફ જતાં નાવલી નદીના પુલ પર તંત્ર દ્વારા રેલિંગ ફીટ કરવામાં આવી. સાથે સાથે આ પુલ પર ઈલેકટ્રીક પોલ ઉભા કરી જાહેર લાઈટની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.હવે લોકોને પણ સાવરકુંડલાના વિકાસ સંદર્ભે થોડી આશા બંધાયેલી જોવા મળે છે.
હા, જ્યારે લોકપ્રશ્રનોને વાચા આપતા હોઈએ અને શહેરમાં રહેલી અસુવિધાને મિડિયા દ્વારા તંત્ર સુધી લોકમતનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્નશીલ હોઈએ ત્યારે એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે તંત્રના પ્રયાસોને બિરદાવવા પણ જોઈએ. સાવરકુંડલા શહેરમાં મેઈન બજારથી જલારામ મંદિર તરફ જતાં નદી પર આવેલ એક પુલ છેલ્લા ઘણા સમયથી રેલીંગ રહિત હતો. આ સંદર્ભે અવારનવાર વર્તમાન પત્રો દ્વારા આ પ્રશ્ર્નને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ. અને તંત્ર આ સંદર્ભે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરે એવી રજૂઆત પણ વર્તમાનપત્રોના માધ્યમથી કરવામાં આવેલ.
અંતે સાવરકુંડલા શહેરમાં શાકમાર્કેટ પાસે નાવલી નદી પર આવેલ એ પુલ પર રેલિંગ ફીટ કરવામાં આવી. આ ઉપરાંત પુલના રોડ પર જાહેર લાઈટના ઈલેકટ્રીક પોલ પણ ઉભા કરવામાં આવ્યા. આ સંદર્ભે તંત્રની આ કામગીરીથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને પગપાળા જતા લોકોમાં નગરપાલિકાના આ કાર્યની પ્રશંસા પણ થઈ રહી છે. જો કે ચોમાસા દરમ્યાન નાવલી નદીના પાણીનો સામનો આ રેલિંગ કરી શકે છે કે કેમ? એ તો આવતો સમય દર્શાવશે. પરંતુ હાલ તંત્રની આ કામગીરીથી લોકોને પણ થોડી આશા જાગી છે કે હવે સાવરકુંડલા શહેરના પ્રાણપ્રશ્ર્નોનું વર્તમાન નગરપાલિકા બોડી દ્વારા નિરાકરણ આવશે એવો વિશ્ર્વાસ લોકોમાં હવે ધીમે ધીમે દ્રઢ થતો જોવા મળે છે
Recent Comments