સાવરકુંડલા શહેરમાં રેલ્વે સ્ટેશનની સામેના વિસ્તારમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકનું આરામ ગૃહ જે સાવ ખંઢેર હાલતમાં હતી તેને ધારાસભ્યશ્રી કસવાલા ચુંટાય આવ્યા બાદ તરત જ ઘ્યાને લીધેલ અને વહીવટી તંત્રને તાકીદ કરેલ જેમાં રૂા.૨૫ લાખના ખર્ચે આ ખંઢેર થયેલ આરામ ગૃહને એકદમ સ્વચ્છ અને સુવીધાયુકત આ આરામ ગૃહમાં ફર્નીચર સાથે નવો સ્લેબ, કોન્ફરન્સ રૂમ, મીટીંગ રૂમ અને અધિકારીશ્રીઓ, પદાધીકારીશ્રીઓ માટે બે રૂમ સુવિધા યુકત તથા કલર કામ, ફલોરીંગ કામ, બારી બારણા, તથા બિલ્ડીંગને લગત આનુસાંગીક કામગીરી કરવામાં આવેલ છે
અને એકદમ સુવિધાયુકત આરામ ગૃહ બનાવવામાં આવેલ છે જેનું આજ રોજ આ વિસ્તારના સક્રિય અને ગતીશીલ ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા આ આરામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ આ આરામ ગૃહથી વહીવટી તંત્રને મિટીંગો અને કોન્ફરન્સ માટે ખુબ જ ઉપયોગી થશે તેમ ધારાસભ્યશ્રી કસવાલાએ તેમની અખબારી યાદીમાં જણાવ્યુ હતુ આ સમગ્ર લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા સાથે નગરપાલીકા પ્રમુખશ્રી મેહુલભાઇ ત્રિવેદી, સદસ્યશ્રીઓ કિશોરભાઇ બુહા, કરશનભાઇ આલ, હેમાંગભાઇ ગઢીયા, કેશુભાઇ બગડા, શહેર ભાજપ મહામંત્રીશ્રી રાજેશભાઇ નાગ્રેચા, કોષાઘ્યક્ષશ્રી જતીનભાઇ મૈસુરીયા, પ્રવીણભાઇ કોટીલા, શહેર ભાજપ અઘ્યક્ષશ્રી અનિરૂઘ્ધસિંહ રાઠોડ, લલીતભાઇ મારૂ, કિશનભાઇ ત્રિવેદી તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ પડસાળા તથા હડિયા અને બાંધકામ શાખાના કલાર્ક અતુલભાઇ મહેતા ઉપસ્થિત રહયા હતા.
Recent Comments