fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા શાંતાબા મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી, રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના સહયોગથી નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

આમ તો આંખ એટલે મનુષ્યનું સૌથી બહુમૂલ્ય અંગ ગણાય.. આંખની દ્રષ્ટિ દ્વારા જ લોકો સૃષ્ટિની સુંદરતાને ભરપૂર માણી શકે છે. વળી આજનાં ડીઝીટલ હાઈટેક યુગમાં તો લોકોને લેપ ટોપ, મોબાઈલ ફોન, કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરતાં જોવા મળે છે. આમ સાંપ્રત સમયમાં આંખનો સતત ઉપયોગ થતો જોવા મળે છે. આમ તો જીવનની ઢળતી ઉંમરે આંખને લગતાં દર્દો થતાં હોય છે. આધુનિક વિજ્ઞાન આંખની સારવાર પણ કરે છે. અને  આંખની માવજત તો જીવની જેમ જ કરવી જોઈએ.  સાંપ્રત સમયમાં ડીઝીટલ હાઈટેક મિડિયાનો લોકો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોય છે. એટલે આંખને લગતી સમસ્યાનું વહેલું નિદાન આંખની તંદુરસ્તી જાળવવા માટે પણ જરૂરી છે.


આ નેત્રનિદાન કેમ્પમાં  તમામ આંખના દર્દીઓનું નિદાન ફ્રી, ઝામર, મોતિયાના ઓપરેશનો ફ્રી કરવામાં આવે છે . અને નંબરના ચશ્મા ફ્રી આપવામાં આવેલ. આ બાબતને અનુલક્ષીને જ શાંતાબા મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી, રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા એક નિશુલ્ક નેત્રદાન કેમ્પનું આયોજન તારીખ ૧ જુન અને બુધવારે સાવરકુંડલા શહેરની મહુવા રોડ ખાતે આવેલ  પ્રતિષ્ઠિત હોસ્પિટલ ડો. પીપળીયાની હોસ્પિટલમાં સવારે ૮ કલાકથી આ કેમ્પ યોજાયો હતો કાર્યક્રમનો દીપ પ્રાગટય માનવમંદિરના સંત પૂ. ભક્તિરામ બાપુ દ્વારા લાયન્સ કલબના મેમ્બરો, રેડ ક્રોસ સોસાયટીનાં સભ્યો અને ડો. શ્રી ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. તેમાં કુલ ૨૯૦ આંખના દર્દીઓને તપાસવામાં આવેલ દરેકને આંખના ટીપાં અને દવા ફ્રી આંખના નંબરના ચશ્મા ફ્રી આપવામાં આવેલ, ૩૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમા રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા ના ડો. વડેરા સાહેબ, ડો. પીપળીયા સાહેબ, રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ અને તેની ટીમે સખત મહેનત કરી હતી આ કેમ્પમાં અમરેલીના ડો. ગાંધી સાહેબ, ડો. પૂજા મેડમ, વિનોદભાઈ તથા લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના  કરશનભાઈ ડોબરીયા, દેવચંદભાઈ કપોપરા, દિપકભાઈ બોઘરા, કમલભાઈ શેલાર, મયૂરભાઈ વાઘેલા  હાજર રહ્યા હતા . આ કેમ્પને સફળ બનાવવા માટે સાવરકુંડલા લાયન્સ કલબના તમામ સભ્યો તથા રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાની ટીમ સતત જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં આંખને લગતાં વિવિધ પ્રકારના રોગોનું નિદાન પણ થયાં હતાં. દરેક દર્દીનારાયણને ચા અને નાસ્તો આપવામાં આવેલ.

Follow Me:

Related Posts