સાવરકુંડલા શહેરમાં મંગળવાર તારીખ ત્રીજી મે ના રોજ અહીં કાણકિયા કોલેજ પાસે આવેલ બ્રહ્મપુરી ખાતે પરશુરામ સેના દ્વારા શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ, સમૂહ યજ્ઞોપવિત અને બ્રહ્મ ચોર્યાશી એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એ મંગલ દિવસે વહેલી સવારે સાત વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર, સવારે આઠ કલાકે ભગવાન પરશુરામનું પૂજન તેમજ સવારે નવ વાગ્યે શહેરના રાજમાર્ગો પર ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ મહોત્સવ સંદર્ભે સાવરકુંડલા શહેરના દરેક ભૂદેવોને જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે. ભવ્ય શોભાયાત્રા બાદ સવારે અગિયાર વાગ્યે યજ્ઞોપવિત ધારણ કરેલા બટુકોનીં બટુક યાત્રા નીકળશે. બપોરે ૧૨ના ટકોરે અહીં બ્રહ્મપુરી ખાતે બ્રહમચોર્યાશી ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમારંભના મુખ્ય અધ્યક્ષ નારાયણગીરીજી મહારાજ (મહંત શ્રી દુલેશ્ર્વર મહાદેવ તથા સંત સરોવર માઉન્ટ આબુ) આમ આગામી ભગવાન પરશુરામ પ્રાગટ્ય મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર બ્રહ્મસમાજ તથા ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમા શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે પરશુરામ સેના દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ

Recent Comments