અમરેલી

સાવરકુંડલા શહેરમા હોળી ઘૂળેટી નિમિત્તે શહેરમાં રંગ અને પીચકારીનુ ઘૂમ વેચાણ થતું જોવા મળ્યું

આમ તો ભારત દેશ એટલે ઉત્સવો અને તહેવારોની ભૂમી અહીની ભાગીગળ સંસ્કૃતિ ખૂબ નિરાળી છે. દિવાળી, ઉતરાયણ, હોળી ધૂળેટી, રામનવમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, નાતાલ, ઈદ, મહોરમ, ગુરૂ નાનક જયંતી ચેટીચાંદ  પતેતી જેવા અનેક  ખૂબ મહત્ત્વના પર્વોની  ભારતીય પરંપરામાં અનોખી શાન અને રસ્મો રિવાજ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં હોળી ધૂળેટી એટલે સત્ય પર સત્યનો વિજય. ધૂળેટી તો રંગોનો તહેવાર ગણાય. લોકો ખૂબ જ પ્રેમથી એકબીજા પર રંગ છંટકાવ કરતાં જોવા મળે છે.  હોળીના દિવસે સમી સાંજે હોળી પ્રગટાવવવાનો રિવાજ સમયાંતરે રાત્રિ કાળે હોળી પ્રગટાવવામાં પરિવર્તિત થયો. આ પ્રસંગે શેરી ગલીઓમાં યુવાનો એકઠા થઈને ચોકમાં લાકડા અને છાણા ગોઠવી હોળી પ્રગટાવી હોલિકાદહનનો ઉત્સવ ઉજવે છે.

હોળીની વચ્ચોવચ એક માટલીમાં ઘઉંની ઘૂઘરી પકવી અને તે ઘરે ઘરે હોલિકોત્સવની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે નવવિવાહિત યુગલો હોળીને ફરતી પ્રદક્ષિણા કરે છે. હોળીની ઝાળ કઈ તરફ જાય છે એ મુજબ મોસમનો વરતારો પણ જોવામાં આવે છે. એકંદરે હોળી અસત્ય પર સત્યનો વિજય થાય છે એ દર્શાવતો લોક તહેવાર છે. જ્યારે ઘૂળેટી એ જીંદગીને નવરંગ કરતો પ્રેમનો તહેવાર છે.. સાવરકુંડલા શહેરમાં પણ હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે ઠેર ઠેર રંગ અને પીચકારીનું વેચાણ થતું જોવા મળે છે.ભાતભતના રંગો અને જાતજાતની પીચકારીનું વેચાણ આ પર્વનું આકર્ષણનું કેન્દ્ર છે.હાલ તો રબ્બરના ફુગ્ગાઓમાં રંગ ભરીને એક બીજા પર ફેંકવાનો ટ્રેન્ડ પણ ખૂબ પ્રચલિત છે.. જો કે ધીમે ધીમે તિલક હોળીનો કન્સેપ્ટ પણ શહેરમા વિસ્તરતો જાય છે.. પાણીનો મિનિમમ ઉપયોગ કરીને પણ ઘૂળેટી પર્વ મનાવી શકાય છે એ વાત પણ ધીમે ધીમે લોકોના મનમાં એક વિચાર તરીકે બિજાંકુરિત થઈ રહી છે.

Related Posts