સાવરકુંડલા શહેરીજનો માટે ૩૦ કરોડના ખર્ચે નવતર આયોજન સાવરકુંડલા પાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ૨૫ કરોડના ખર્ચે આવતીકાલે ખાતમુહર્ત થશે.
સાવરકુંડલા ખાતે નગરપાલિકા હસ્તકની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કાર્યરત કરવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ૨૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સજ્જ બનાવવા માટેનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કાર્યક્ર્મ આવતીકાલની રોજ રાખવામાં આવેલ છે. જ્યારે ગુજરાત અભિયાન અંતર્ગત જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (SJMMSVY)નું ખાત મુહર્ત પણ આવતીકાલે અલગ અલગ સમયે રાખવામાં આવેલ છે જેમાં ગુજરાત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા ૩૦ કરોડ જેવી માતબર રકમ વડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી સાવરકુંડલા શહેરીજનોને ફિલ્ટર પાણી મળી રહે અને ગટરના ગંદા પાણીમાંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણી શુદ્ધિ કરણની યોજના ધારાસભ્ય મહેશ કસવાળાના પ્રયત્નો થકી સાર્થક સાબિત થઈ રહી છે જેનું ખાત મુહર્ત ધારાસભ્ય કસવાળાના વરદહસ્તે થશે તેમ પાલિકા સત્તાધીશ પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ સહિતની સમગ્ર પાલિકાની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
Recent Comments