સાવરકુંડલા પાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ૨૫ કરોડના ખર્ચે આજરોજ માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદહસ્તે ખાતમુહર્ત થયું. હાથસણી રોડ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાંચ કરોડના ખર્ચે આકાર પામશે ધારાસભ્ય મહેશ કસવાળા ૩૦ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. અમરેલી રોડ ખાતે કરવામાં આવેલ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ સહિતની સમગ્ર પાલિકાની ટીમ શહેર ભાજપ તાલુકા ભાજપ તેમજ જિલ્લા ભાજપ અગ્રણીઓ, સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા સાહેબ, સાવરકુંડલા ચીફ ઓફિસર બોરડ સાહેબ તથા સંલગ્ન યોજનાના અધિકારી, નોડલ એજન્સીના અધિકારીઓ અને કોન્ટ્રાકટર પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવા માટે સૌના સહિયારા પ્રયાસો થશે.. અને વિકાસના કોઈ પણ કામોમાં જરાપણ કચાશ ચાલશે નહીં એવી માર્મિક ટકોર પણ ઉપસ્થિત તમામની હાજરીમાં કરી હતી. આમ કાર્યશીલ કસવાળાની કુનેહથી સમગ્ર કુંડલાની આવતાં દિવસોમાં કાયાપલટ થશે એવુ સ્પષ્ટ લાગે છે. આમ વર્ષોની તપસ્યા બાદ સાવરકુંડલા હવે નજીકના દિવસોમાં સુવર્ણકુંડલામાં પરિવર્તિત થશે એ વાત પણ નિર્વિવાદિત છે.
સાવરકુંડલા શહેરીજનો માટે ૩૦ કરોડના ખર્ચે નવતર આયોજન..આજરોજ તેનાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદહસ્તે ખાતમુહૂર્ત થયાં.

Recent Comments