સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૬માં અમરાપરા વિસ્તારમાં નદીકાંઠે ઢોરા ઉપર પછાત વિસ્તારમાં લોકોનો વર્ષો જુનો ગટરનો પ્રશ્નની રજુઆત વિસ્તારના લોકો તરફથી અમને અવાર નવાર કરતા જેથી વોર્ડના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા તેમજ નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઇ દોશીને રજુઆત કરતા તેઓ એ વિવેકાધન ગ્રાન્ટ માથી ૧૭૦ મીટરની ગટર અમરાપરા, નદી કાંઠે ઢોરા ઉપર ગટર નુ કામ કરાવેલ જેથી વિસ્તાર ના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.
ગટરનુ કામ કરવા બદલ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા ,નગરપાલીકા પ્રમુખ તુપ્તીબેન દોશી, પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓનો અમે વિસ્તારના લોકો વતી અમે આભાર માનીએ છીએ તેમ નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા, લાલાભાઇ ગોહિલ, જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments