અમરેલી

સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નં. ૬ના વિસ્તારોમાં  રૂ. ૧,૧૦,૧૨૭૦૦/- ના ખર્ચે ૨૩ રોડ ના વિકાસ કામો મંજુર

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ના વિકાસ માટે સતત જાગૃત રહીને લોકોના સુખાકારી માટે લોકોના કામ કરતા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ દ્વારા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા અને પાલીકા પ્રમુખ તૃપ્તીબેન દોશી પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીને વિસ્તારમાં રોડ બનાવવા માટે રજુઆત કરતા જુદા જુદા વિસ્તારોમાં ખાસ કિસ્સાની  ગ્રાન્ટ (મુખ્યમંત્રી સડક યોજના)માંથી રૂપિયા એક કરોડ દસ લાખ બારહજાર સાતસોના ખર્ચે કુલ ૨૩ સી. સી. રોડ તેમજ ડામર રોડના કામો મંજુર કરાવેલ જેના ટેન્ડર પણ ખુલ્લી ગયા  અને કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ આપી દીધો છે ટુક સમયમાં તેના ખાતમુહૂર્ત પણ કરવા માં આવી રહ્યું છે આ અંગે કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની યાદી જણાવ્યા મુજબ વોર્ડ નંબર ૬ ના કુલ ૨૩ રોડના કામો ચાલુ થવાના છે તે

(૧) શિવમપાર્ક સોસાયટી  દિલીપભાઇ ભટ્ટના ઘર પાસેથી અશ્વિનભાઇ ઉપાધ્યાયના ઘર સુધી સી. સી. રોડ (૨) ગાયત્રી સોસાયટી પરેશભાઇ જોષીના ઘર પાસેથી કાપડી બાપુના ઘર સુધી સી. સી. રોડ (૩) ગાયત્રી સોસાયટી રામજીભાઇ જમોડના ઘર પાસેથી દેવચંદભાઇના ઘર સુધી સી. સી. રોડ (૪) ગાયત્રી સોસાયટી નૈમિષભાઇ ત્રિવેદીના ઘર પાસેથી કરણભાઇ જાડેજાના ઘર સુધી સી. સી. રોડ (૫) ફેન્ડ સોસાયટી ભાયાભાઇ દેવીપૂજકના ઘર પાસેથી કબીર ટેકરી સુધી  સી. સી. રોડ 

(૬) માલધારી ચોક પાસેથી મગનભાઇ આંબલીયાના ઘર સુધી સી. સી. રોડ (૭) ઇન્દિરા વસાહત હિંમતભાઇ કુડેચાના ઘર પાસેથી શૈલેષભાઇ કુડેચાના ઘર સુધી સી. સી. રોડ (૮) ઇન્દિરા વસાહત ચોકથી અરવિંદભાઇ દેવીપૂજકના ઘર સુધી સી. સી. રોડ (૯) ફેન્ડ સોસાયટી 

હકાભાઇ કોળીના ઘર પાસેથી બોનીભાઇ બાબરના ઘર સુધી પેંવીગ બ્લોક રોડ (૧૦) ઇન્દિરા વસાહત ધીરૂભાઇના ઘર પાસેથી ભુપતભાઇના ઘર સુધી પેંવીગ બ્લોક રોડ (૧૧) ઇન્દિરા વસાહત ધીરૂભાઇના ઘરથી ભુપતભાઇના ઘર સુધી પેંવીગ બ્લોક રોડ (૧૨) ઇન્દિરા વસાહત વિપુલભાઇના ઘર વાળી શેરીમાં પેંવીગ બ્લોક રોડ (૧૩) કોલેજના ગેઈટ પાસેથી ફેન્ડ સોસાયટી સુધી ડામર રોડ (૧૪) બીડીકામદાર સોસાયટી 

મસ્જિદથી મુરાદભાઇ જોકીયાના ઘર સુધી સી. સી. રોડ (૧૫) બીડીકામદાર સોસાયટી સલીમભાઇના ઘર પાસેથી યુસુફભાઇના ઘર સુધી સી. સી. રોડ (૧૬) બીડીકામદાર સોસાયટી અમીનાબેનના ઘર પાસેથી અલ્લારખભાઇના ઘર સુધી સી. સી. રોડ  (૧૭) બીડીકામદાર સોસાયટી 

કાસમભાઇના ઘર પાસેથી રોશનબેનના ઘર સુધી સી. સી. રોડના  કામોના ટેન્ડર ખુલી ગયા અને ટુક સમયમાં રોડના કામો ચાલુ થશે જેથી વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે જેથી વિસ્તારના પ્રતિનિધિ તરીકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, નગરપાલિકા પ્રમુખ તૃપ્તીબેન દોશી, પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી, અને પાલીકાના હોદેદારો ,ચિફ ઓફીસરશ્રીનો વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ જણાવ્યું છે કે વોર્ડ નંબર ૬ના મંજુર થયેલા ઉપરોક્ત વિસ્તારના રોડના કામો ઝડપથી ચાલુ કરવા નગરપાલિકા પ્રમુખ અને ચિફ ઓફીસરશ્રીને રજુઆત કરેલ છે તેમ નગરપાલિકા કોર્પોરેટર જયાબેન ચાવડા, નગમાબેન ઝાખરાની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts