અમરેલી

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વરસાદના કારણે વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ 

મચ્છર થી રોગચાળો વકરે તે પહેલા પછાત વિસ્તારો અને સોસાયટીઓમાં દવાનો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમ છે : કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ સાવરકુંડલા શહેરી વિસ્તારમાં  લાંબા સમયથી ધાબડિયું  હવામાન અને વરસાદના કારણે વિસ્તારોમાં પાણીના ખાડાઓ ભરેલા છે ત્યારે સામાન્ય રીતે ચોમાસામાં જ ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યુના મચ્છરોનું બ્રીડિંગ પણ થઇ રહયું છે ત્યારે મચ્છરથી રોગચાળો વકરે તે પહેલા વોર્ડ નંબર ૬ ના વિસ્તારો

(૧) વિધુતનગર સોસાયટી 

(૨) વિધુતનગર સામેની વસાહત        

(૩) દેવીપૂજક વિસ્તાર 

(૪) શિવમપાર્ક સોસાયટી 

(૫) ગાયત્રી સોસાયટી 

(૬) આનંદપાર્ક સોસાયટી 

(૭)ગાયત્રીની બાજુનો વિસ્તાર 

(૮) વેલનાથપરા 

(૯) એશીયાડ સોસાયટી 

(૧૦) અંબિકા સોસાયટી 

(૧૧) યોગેશ્વર સોસાયટી 

(૧૨) ઇન્દિરા વસાહત 

(૧૩) ફેન્ડ સોસાયટી 

(૧૪) ભાવના સોસાયટી 

(૧૫) ગુજ. હા. સોસાયટી 

(૧૬) કોલેજ રોડ 

(૧૭) કર્મચારી સોસાયટી 

(૧૮) ગાંધી સોસાયટી 

(૧૯) બીડીકામદાર સોસાયટી

પછાત વિસ્તારો અને સોસાયટીઓમાં દવાનો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમ છે વધુ મા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે અનેક સ્થળોએ રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણીના ખાડાઓ ભરેલા છે જો વહેલી તકે વોર્ડ નંબર ૬ ના વિસ્તારોમાં સાફ સફાઇ અને દવાનો છંટકાવ નહી કરવામાં આવે તો ઉપરોક્ત વિસ્તારો મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બનશે. મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે વિસ્તારોમાં ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી જરૂરી છે તેમજ વોર્ડ નંબર ૬ના મારા વિસ્તારના લોકોની સુખાકારી જળવાઇ રહે તે માટે રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી હોવાથી નગરપાલિકા દ્વારા તપાસ કરી સેનીટેશન વિભાગને સુચના આપવા તથા શરદી -ઉધરસ – તાવનો રોગચાળો બેકાબુ બને તે પહેલાં વિસ્તારમાં ફોગીંગ ની ઝુંબેશ અને દવાનો છંટકાવ અને ઘેરે ઘેરે પાણીમાં નાખવાની કલોરિન ટીકડીનું વિતરણ કરવા વિસ્તારના પ્રતિનિધિ તરીકે ધમેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે નગરપાલિકા ચિફ ઓફીસરશ્રીને લેખીતમાં માંગણી કરેલ છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts