fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નં. ૬ના ગુરુકુળ – કોલેજ રોડ ઉપર બહ્મપુરી સુધી એલ. ઇ. ડી. લાઇટથી ઝળહળતા થયા 

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશીના જન્મદિવસ અને વોર્ડનંબર ૬ ખાતે નવી નકોર સ્ટ્રીટ લાઈટોથી આખો ગુરુકુળથી લઈને કોલેજ સુધીનો માર્ગ રોશનીથી જળહળતો થઈ જતા આ વિસ્તારના સ્થાનીક ભાજપના અગ્રણીઓ દ્વારા પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી શુભેચ્છાઓ આપવા એકત્રિત થયેલા હતા ને સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નં. ૬ ના ગુરુકુળ – કોલેજ રોડ ઉપર બહ્મપુરી સુધી એલ. ઇ. ડી. લાઇટથી ઝળહળતાં થયાં હતાં જેમાં નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલના પ્રયત્નો સફળ થયેલા હતા અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રી અને પાલીકાના હોદેદારોનો આભાર માન્યો હતો સાવરકુંડલા શહેરી વિસ્તારમાં 

વોર્ડ નંબર ૬ ના લોકોની સુખાકારીના ભાગરૂપે રાત્રીના મેઇન રસ્તાઓમાં લોકોને વધુ લાઇટ સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી સ્વણિમ જંયતી – યુ. ડી. પી. ૨૦૧૯/૨૦ ની બચત રકમમાંથી  કન્યા છાત્રાલય પાસેથી કોલેજના ગેઈટ બહ્મપુરી સુધી એલ.ઈ.ડી. સ્ટ્રીટલાઇટ ઝળહળી ઉઠી હતી ગુરુકુળ – કોલેજ રોડ -બહ્મપુરી સુધી એલ. ઇ. ડી. લાઇટથી ઝળહળતા આ રોડ ઉપર આવેલ સોસાયટીના રહેવાસીઓ તેમજ રાહદારીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે ત્યારે નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઇ દોશી વોર્ડ નંબર ૬ ના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા ,લાલાભાઇ ગોહિલ, પાલીકા શાસક પક્ષના નેતા મેહુલભાઇ ત્રિવેદી શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ મહામંત્રી વિજયસિંહ વાઘેલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઇ પંડયા યુવા ભાજપ પ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ ,નિખીલ ઘેલાણી ,તેમજ વિસ્તારના લોકો હાજર રહ્યા હતા અને વોર્ડ નંબર ૬ ના અગ્રણીઓ દ્વારા પાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને શુભકામના સાથેના જન્મદિવસની ઉજવણી કરીને પાલિકા પ્રમુખ રાજુભાઈ દોશીને જન્મદિવસની ઉજવણી સંગાથે વોર્ડ નંબર ૬ માટે ખુશહાલી સમાન નવી નકોર સ્ટ્રીટ લાઈટની ભેટ મળી હતી આ પ્રસંગે પાલિકા પ્રમુખ પતિએ આગામી દિવસોમાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સાથે પાણીની પણ કરોડો રૂપિયાના વિકાસના કામો શરૂ થવાના હોય જે વિકાસની નવી કેડી સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા થવાનું જણાવ્યું હતું

ReplyReply allForward
Follow Me:

Related Posts