fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર અને પોલિયો રસીકરણ ઝુંબેશ.. બસ દો બૂંદ જિંદગી કી..

આવતીકાલે રવિવારે સાવરકુંડલા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા એક પણ બાળક પોલિયોના ટીપાં પીવડાવ્યા વગરનો ન રહે એ થીમ આધારિત પોલિયો ડ્રોપ પિવડાવવાના અભિયાન – પોલીયો રસીકરણ અંતર્ગત આજે ડોર ટુ ડોર પોલિયોના ટીપાં પિવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. વળી આજે સવારે

સાવરકુંડલા નોર્મલ રેન્જ ગીર પૂર્વ વન વિભાગ – ધારી તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેરનાં જાહેર રસ્તાઓ પર પર્યાવરણ બચાવવાના જાહેર સુત્રોચ્ચાર સાથે સાઈકલ રેલીનો પ્રારંભ અહીં સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા આંખની હોસ્પીટલના મેદાનથી અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તથા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથો સાથ અહીં આંખની હોસ્પિટલના પ્રાંગણમાં ઉભા કરવામાં આવેલા મંડપમાં – વોર્ડ – ૫ માં હાથસણી રોડ વિ જે પારેખ આંખની હોસ્પિટલમાં *પોલિયો રસીકરણ અભિયાન.*બે બુંદ જીંદગી* ના કાર્યક્રમમાં પણ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા શહેર પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, વોર્ડ પાંચના સદસ્ય શ્રી કેશવભાઇ બગડા, કરશનભાઇ આલ,  સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, દેવર્ષિ બોરીસાગર, ગિરીશ નાંદોલીયા, સતીશ પાંડે, રણજીતભાઈ વિછીયા, જયશ્રીબેન આચાર્ય આશા વર્કર હેતલબેન કંટારીયા આશા વર્કર તેમજ વોર્ડનાં રહીશો ઉપસ્થિત રહ્યાં હતાં. આમ પોલીયો રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે તંત્ર તૈયાર છે. ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત પોલિયોના બે ટીપાં પીવરાવવા માટે તંત્ર તૈયાર.

Follow Me:

Related Posts